Gujarati Bhajan and Santvani Lyrics | ગુજરાતી ભજન સંતવાણી લિખિત | गुजराती भजन संतवाणी लिखित
Gujarati Bhajan and Santvani Lyrics
ગુજરાતી ભજન & સંતવાણી લિખિત
गुजराती भजन संतवाणी लिखित
Avasar Nahi male re, Koi bhakti bhav thi karjo
અવસર નહીં મળે રે,કોઈ ભક્તિ ભાવ થી કરજો
અવસર નહીં મળે રે, અવસર નહીં મળે રે..
કોઈ ભકિત ભાવ થી કરજો.
કોઈ ભકિત ભાવ થી કરજો.
આ મનુષ્ય દેહ નો અવસર મળીયો, કિંમત એની કરજો,
આ રતન પદારથ હાથ લાગ્યો (૨),
પારખ થ પરખજો ... અવસર નહીં
પારખ થ પરખજો ... અવસર નહીં
સાચ જુઠ નો કરે નિવેડો એવા, સંતના ચરણે રે જો,
આ જુઠી માંનદી સવે કાપી ને (૨),
વસ્તુ સાચી સઘરજોપ ... અવસર નહીં
સાચા સંત ના સંગમા રહીને, સતસંગ પ્રેમથી કરજો,
આ નિજાત્મ સ્વરૂપ નક્કી કીને (૨),
અખંડ આનંદ કરજો ... અવસર નહીં
સદગુરૂ સાચા સંત મળેતો, ધારણ હદયમા ધરજો,
આ દાસ કેશવ ગુરૂ ખુશાલ દાસ ચરણે (૨),
અવિચળ પદમા ભળજો ... અવસર નહીં
Avichal Dhame Betha Sant Sukhkari
અવિચળ ઘામે બેઠા સંત સુખકારી
અવિચળ ઘામે બેઠા સંત સુખકારી,
જુગના રે જોગી બાપૂ સંત અવનારી. અવિચળ ધામે
શ્વાસે શ્વાસે સુમીરન કરતાં
સિધ્ધ રે પુરૂષ સૌના સંકટ હરના,
ભક્તિનું તેજ જોયું ભાલે અપારી... જુગના રે જોગી બાપૂ
વાંઝિયાને પુત્ર આપે ભવ દુઃખ કાપે,
રિધ્ધી રે સિધ્ધીનાં દાતા પરમ સુઃખ આપે,
સત્યને ધર્મની જોઈલો કમાયું... જુગના રે જોગી બાપૂ
દેવ પુરૂષના દર્શન કરતાં,
કોટી જનમનાં પાપો રે બળતાં,
સુઃખના છે સાગર છે ઉપકારી... જુગના રે જોગી બાપૂ
પુરણ ત્યાગી બાયુ વૈરાગી
ભકતો કરે ચરણે સુરતાં રે લાગી,
સેવા કરૂં નીત થઈને પુજારી... જુગના રે જોગી બાપૂ
Comments
Post a Comment